વંદે ભારત ટ્રેન પર પત્થર ફેંકવાની વધતી ધટનાઓ, હવે કેરળમાં ટ્રેન પર પત્થર ફેંકાતા પોલીસ તપાસ શરૂ
- કેરળમાં વંદે ભારત ટ્રેન પર પત્થરાવ
- ટ્રેન પર પત્થર ફેંકવાની વધતી ઘટનાઓ
દિલ્હીઃ- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા દેશમાં ઘીરે ઘીરે વધારવામાં આવી રહી છએ જેથી કરીને યાત્રીઓ ઓછા ગાળામાં લાંબા અંતરની સરળ યાત્રાઓ કરી શકે જો કે પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં અનેક વખત આ ટ્રેન પર પત્થપ ફેંકવાની ઘટના બની છે ત્યારે હવે કેરળમાંથી આવી જ ઘટવના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળના મલપ્પુરમમાં અજાણ્યા લોકોએ સોમવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રેલવે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે આ ઉત્તર કેરળ જિલ્લામાં તિરુનાવયા અને તિરુર વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી,
ઘટના મામસે પોલીસે જણાવ્યું હતું કે ટ્રેન તિરુવનંતપુરમ સુધી તેની યાત્રા ચાલુ રાખી હતી અને હુમલામાં કોઈને ઈજા થઈ નથી.જોલકે આ ઘટનામાં એક કોચના કાંટ તૂટ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.પોલીસે કહ્યું કે, ‘રેલવેના અધિકારીઓએ અમને એલર્ટ કર્યા હતા. આ પ્રકારના અસમાજિક તત્વોને શોધવા માટે તપાસ ચાલુ છે.
‘પ્રાથમિક અહેવાલ મુજબ, પથ્થરમારાને કારણે ટ્રેનની કેટલીક બારીઓ પર નાના ઉઝરડા પડ્યા છે. આ નવી વંદે ભારત એક્સપ્રેસ કસરાગોડ અને તિરુવનંતપુરમ સેન્ટ્રલ વચ્ચેનું અંતર 8 કલાક અને 5 મિનિટમાં કાપે છે. જે રાજધાની એક્સપ્રેસની સરખામણીમાં ખૂબ જ ઝડપી છે.આ પહેલા પણ આ ટ્રેન પર ્નેક જગ્યાએ પત્થર મારાની ઘટનાઓ બની છે.