દિલ્હી:ઉત્તર ભારતનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે.IMDની આગાહી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.જોકે ઉત્તર ભારતના રાજ્યોનું હવામાન રાત્રે ભેજ સાથે સૂકું રહ્યું હતું.પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હવે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે.પહાડો પર હિમવર્ષાના કારણે ઠંડીનું મોજું ચાલી રહ્યું છે,જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 28 નવેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.આ સાથે આગામી બે દિવસમાં સવારે આકાશમાં ધુમ્મસનું પ્રમાણ વધી શકે છે જ્યારે દિવસભર આકાશ સ્વચ્છ રહેશે.બીજી તરફ પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક આગલા દિવસે એટલે કે રવિવારે 328 પર રહી શકે છે, જે ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે.
ઉત્તર પ્રદેશનું હવામાન પણ શુષ્ક રહેશે.જો રાજધાની લખનઉની વાત કરીએ તો અહીં હવામાનમાં ફેરફારની શક્યતા ઓછી છે.જોકે આગામી દિવસોમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી શકે છે.સોમવારે લખનઉનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.નોઈડાની વાત કરીએ તો આજે અહીં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.આ સાથે જ સવારે આકાશમાં ધુમ્મસ છવાઈ શકે છે.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુના ભાગો, ગોવા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ શક્ય છે અને દેશના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેશે.