- છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા
- સક્રિય કેસોની સલંખ્યા દિવસેને દિવસે વઘતી જતી જોવા મળી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત કહેર ફેલાવ્યો છે,કોરોનાના વધતા જતા કેસો એ દેશની સરકારની ચિંતાઓ વધારી છે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ કોરોનાના કેસ હજારોમાં નોંધાઈ રહ્યો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, દિલ્હીથી ઘણા રાજ્યોમાં સંક્રમિત વધી રહ્યા છે ત્યારે હવે કોરોનાના દૈનિક નોંધાતા કેસોએ 4 હજારનો આંકડો વટાવ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાં 46 ટકાનો વધારો નોંધાયો છે આ દરમિયાન દેશમાં 4 હજાર 435 નવા કેસ નોઁધાયા છે.જો દેશમાં સક્રિયકેસોની વાત કરવામાં આવે તો તે સંખ્યા પણ વધી છે દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા હવે 23 હજારને વટાવી ગઈ છે.
દેશભરમાં જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દર વિશે વાત કરીએ, તો હાલ 3.38 ટકા જોવા મળે છે.આ સાથએ જ સાપ્તાહિક સકારાત્મકતા દર 2.79 ટકા નોંધાયો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, દેશમાં હવે 23 હજાર 91 સક્રિય કેસ જોવા મળે છે.
આ સાથે જ આ નવા નોંધાયેલા કેસ છેલ્લા 6 મહિનાના સૌથી વધુ કેસ છે આ સાથે જ કોરોનાથી સાજા થનારા રિકવરી રેટની વાત કરીએ તો તે 98.76 ટકા જોવા મે છે. છેલ્લા 24 કલાકમાં 2 હજાર 508 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.