Site icon Revoi.in

ભારતીય નૌસૈનાની વધશે તાકાત,પ્રથમ સ્વદેશી એન્ટિ-શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ

Social Share

ભુવનેશ્વર :ભારતીય નૌકાદળે બુધવારે “સીકિંગ હેલિકોપ્ટર” થી પ્રથમ સ્વદેશી વિકસિત એન્ટી શિપ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.આ પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે કરવામાં આવ્યું હતું.નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષણ ચોક્કસ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.આ ભારતીય નૌકાદળની સ્વદેશી બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.ભારતીય નૌકાદળે આ પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) સાથે મળીને કર્યું હતું.

ટ્વિટર પર, ભારતીય નૌકાદળે સીકિંગ 42B હેલિકોપ્ટર દ્વારા મિસાઇલ ફાયરિંગનો એક નાનો વીડિયો જાહેર કર્યો છે.ભારતીય નૌકાદળ અને આંદામાન અને નિકોબાર કમાન્ડે સંયુક્ત રીતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ કર્યાના એક મહિના બાદ નવી મિસાઈલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.ભારતીય નૌકાદળ ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના દરિયાઈ સુરક્ષા હિતોને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે તેની એકંદર લડાયક ક્ષમતામાં સતત વધારો કરી રહી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને લોન્ચ કર્યા.યુદ્ધ જહાજ ‘INS સુરત’ અને યુદ્ધ જહાજ ‘INS ઉદયગીરી’ મુંબઈમાં મઝાગોન પોસ્ટ લિમિટેડ (MDL) ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. INS સુરત એ P15B ક્લાસનું ચોથું ગાઈડેડ-મિસાઈલ-સજ્જ ડિસ્ટ્રોયર છે, જ્યારે INS ઉદયગિરી P17A ક્લાસનું બીજું સ્ટીલ્થ ફ્રિગેટ છે.