દિલ્હીઃ આવતીકાલે દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન સમગ્ર દેશમાંથી 1380 જેટલા પોલીસ કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. વિશિષ્ટ સેવા માટે 88 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અ 662 પોલીસ કર્મચારીઓને સરાહનીય કામગીરી અંગે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર પોલીસના એસઆઈ અમરદીપ અને સીઆરપીએફ જવાન સુનીલ દત્તાત્રેયને મરણોપરાંત સન્માનિત કરાશે. જમ્મુ-કાશ્મીરના 275 પોલીસ કર્મચારીઓને તેમની વીરતા અને સેવા માટે મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સીઆરપીએફના 150, આઈટીબીપીના 23, ઓડીશાના 67, મહારાષ્ટ્રના 25, છત્તીસગઢના 21 અને ગુજરાતના 17 પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે.
ભારત- તિબેટ સીમા પોલીસના 20 જવાનોને મે-જૂનમાં પૂર્વ લદ્દાખની ઘર્ષણોમાં બહાદુરી માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા. 15 જૂન 2020 ના રોજ ગલવાન ખીણમાં 8 કર્મચારીઓને બહાદુરી, ઉચ્ચ સ્તરની વ્યૂહરચના એટલે કે રણનીતિ, વ્યૂહાત્મક સૂઝ અને માતૃભૂમિની રક્ષા માટે PMG થી સન્માનિત આવ્યા છે. 18 મે, 2020 ના રોજ ફિંગર 4 વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન 6 જવાનોને બહાદુરી માટે PMGથી સન્માનિત કરવામાં આવ્યા છે. 18 મે, 2020 ના રોજ, 6 જવાનોને લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ નજીક બહાદુરીપૂર્વકનું શૌર્ય દેખાડવા માટે PMGથી સન્માનિત કરવામાં આવ્યા, આ ઉપરાંત 3 જવાનોને છત્તીસગઢમાં નક્સલ વિરોધી કામગીરીમાં હિંમત, ધૈર્ય અને નિશ્ચય દર્શાવવા માટે PMGથી સન્માનિત કરવામાં આવ્યા છે.
(Photo-File)