Site icon Revoi.in

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

Social Share

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC નબળી પડે. SC નબળી પડે તો ન્યાયતંત્ર નબળું પડે. તેમણે કહ્યું, “હું CJI ચંદ્રચુડને અભિનંદન આપું છું અને જાણું છું કે ન્યાયપાલિકા તેમના નેતૃત્વમાં ઊભી થશે. છેલ્લા 8.5 વર્ષમાં આપણા પીએમના નેતૃત્વમાં, અમે બંધારણની પવિત્રતાને જાળવી રાખવા ઘણું કર્યું છે. આવતીકાલે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ આ મહાન અવસરની ઉજવણી કરશે. રિજિજુએ ભારપૂર્વક કહ્યું કે ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા પર કોઈ અસર થઈ નથી. આપણે એક બનીને તેને બચાવી રાખવાના પ્રયત્નો કરવા જોઈએ.

CJI  ચંદ્રચુડે આ પ્રસંગે કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં નાગરિકોનો વિશ્વાસ આપણે કેટલા કાર્યક્ષમ છીએ તેના પર નિર્ભર છે. નાગરિક માટે તે મહત્વનું છે કે તેના કેસની સુનાવણી કોર્ટમાં થઇ રહી છે કે નહીં.  એમાં કેટલો સમય લાગશે. ન્યાયાધીશો માટે કોઈ કેસ બહુ મોટો કે નાનો નથી હોતો, કારણ કે તમે દરેક કેસમાં કાયદાના સિદ્ધાંતોને લાગુ કરો છો.  આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે વહીવટકર્તા તરીકે આપણે કેસોનો ઝડપથી નિકાલ કરીએ. આગામી સપ્તાહથી, મોટર અકસ્માત દાવાઓ ટ્રિબ્યુનલના કેસો, આરોપીઓ હજુ જેલમાં હોય તેવા ફોજદારી કેસો અને અપીલો, જમીન સંપાદન, પ્રત્યક્ષ અને પરોક્ષ કરની બાબતોના નિરાકરણ માટે SCમાં ચાર વિશેષ બેન્ચ કાર્ય કરશે.

CJI એ કહ્યું, “મારે કૉલેજિયમની આલોચનાનો જવાબ આપવો જોઈએ. કોઈ સંસ્થા સંપૂર્ણ નથી પરંતુ અમે બંધારણને અમલી બનાવનાર વફાદાર સૈનિકો છીએ.” SCBA પ્રમુખે પ્રશ્ન ઉઠાવ્યો કે બેન્ચમાં સારા વકીલો કેવી રીતે લાવી શકાય અને તે કામ થઇ રહ્યું નથી. માત્ર સીધેસીધું એવું નક્કી ના કરી શકાય કે અમારી પાસે સારા ન્યાયાધીશો છે. યુવા વકીલોની વિચારસરણી બદલવાની જરૂર છે. જો યુવા વકીલો વરિષ્ઠ વકીલોને ન્યાયાધીશો સામે બૂમો પાડતા જુએ છે, તો તે ખોટો સંદેશો જાય છે. યુવા વકીલોને સિનિયર્સ દ્વારા માર્ગદર્શન આપવાની જરૂર છે. અમે સારા લોકોને ન્યાયપાલિકાને સ્વીકારવા પ્રોત્સાહિત કરીશું. તે માત્ર કૉલેજિયમમાં સુધારા વિશે નથી, તે માર્ગદર્શન વિશે પણ છે.” તેમણે કહ્યું કે, જાહેર હિત માત્ર જાહેર હિતની અરજીઓ માટે જ નથી, પરંતુ નાગરિકોની પહોંચ સરળ ન્યાય મેળવવા સુધી હોય.  CJI એ એમ પણ કહ્યું કે ભારતમાં ઉનાળા દરમિયાન વકીલોના ડ્રેસ કોડ પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે SCના ચુકાદાઓને પણ લોકો માટે સુલભ બનાવવામાં આવશે.

(ફોટો: ફાઈલ)