દમણ : દીવ-દમણની લોકસભાની ચૂંટણીમાં આજે મત ગણતરી હાથ ધરાતા ભાજપ અને કોંગ્રેસને પરાસ્ત કરીને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે જીત મેળવી છે. ઉમેશ પટેલ પાસે ન તો નાણાકીય પીઠબળ હતું. કે ન તો કાર્યકર્તાનું પીઠ બળ હતું. ચૂંટણી લડવા માટે લોકો પાસેથી એક એક રૂપિયાનું ફંડ ઉઘરાવ્યું હતુ. અને ઉમેશ પટેલે ભાજપ-કોંગ્રેસને બન્નેને પરાસ્ત કરીને જીત મેળવી છે.
દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ હતી. અહીં ત્રણ પાટીદાર ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમા ઉતર્યા હતા, પરંતુ અહી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે જંગી જીત હાંસિલ કરી છે. અપક્ષ ઉમેદવાર અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા છે. ઉમેશ પટેલ પાસે કોઈ કાર્યકર્તાઓની ફૌજ ન હતી, તેઓ એકલા હાથે દીકરી સાથે મત માંગવા નીકળ્યા હતા. તેમના ચૂંટણી પ્રચારની સ્ટાઈલ લોકોને વધુ સ્પર્શી ગઈ હતી. કારણ કે, લોકો પાસેથી એક-એક રૂપિયો ભેગો કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા. ફાળો માંગવા તેમણે પોતાના મત વિસ્તારમાં લોકોના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. સંઘ પ્રદેશ દમણ-દીવમાં મોટો અપસેટ સર્જાયો. ત્રણ વખતથી વિજેતા ભાજપના ઉમેદવાર લાલુ પટેલની હાર થઈ છે. તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું. પ્રશાસક પ્રફુલ પટેલથી મતદારો ભારે નારાજ હતા. જેની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી હતી.
લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ એકલા હાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ ન હતી. તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે ફાળો મત અને આશીર્વાદ માંગતા અને ત્યારબાદ પોતાના માટે મત માંગતા હતા. (File photo)