Site icon Revoi.in

ભારતઃ કોરોના મહામારી વચ્ચે એક મહિનામાં 1.50 કરોડ વ્યક્તિઓએ ગુમાવી રોજગારી

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. તેમજ લાખો લોકોએ કોરોના કાળમાં રોજગારી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર મોંઘવારીના માર વચ્ચે કોરોનાને કારણે તબીબી ખર્ચ વધતા હવે લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ઉપર કાપ મુકી રહ્યાં છે. એટલું જ નહીં મે મહિનામાં 1.50 કરોડ વ્યક્તિઓએ રોજગારી ગુમાવી છે. લાખો પરિવારના બાળકોએ છેલ્લા એક વર્ષથી દૂધ પણ પીધું નહીં હોવાનો દાવો કરાયો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના રિપોર્ટ અનુસાર મુંબઈ સહિતના મહાનગરોમાં લાખો ગરીબ કુટુંબો હવે કોમ્યુનીટી કીચનના સહારે દિવસો ગુજારી રહ્યાં છે. હજારો યુગલ એવા છે જેમાં બન્નેની રોજગારી ગઈ છે અથવા તો ઘટી છે. પડપટ્ટીના લોકો રાત્રીના કોઈ સદાવ્રતનું ભોજન આવે તેની રાહ જુએ છે. સેન્ટર ફોર મોનેટરીંગ ધ ઈન્ડીયન ઈકોનોમીના આંકડા મુજબ વિશ્ર્વના સૌથી વધુ કુપોષીત લોકોના ત્રીજા નંબરના દેશ તરીકે ભારતનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકડાઉનની સ્થિતિના કારણે 23 કરોડ જેટલા ભારતીયોની રોજની આવકમાં મોટો ઘટાડો થયો છે.
એક યુનિવર્સિટીના સર્વે અનુસાર દૈનિક આવક ઘટીને રૂા.375 થી પણ નીચે ગઈ છે. લોકો બચત તોડીને તેમનું ગુજરાન ચલાવે છે અથવા દેવુ ચૂકવે છે. હજુ આ વર્ષે પરીસ્થિતિ સુધારવાની શકયતાઓ દેખાતી નથી. ભારતમાં 10 કરોડથી વધુ લોકો હજું સરકારની અન્ન માટેની કોઈપણ યોજનામાં લાભાર્થી નથી. કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર પરપ્રાંતિય શ્રમિકોને થયો છે.