Site icon Revoi.in

ભારતઃ 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ જુલાઈ મહિનો પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે અને મહિનાના પહેલા દિવસે એક સારા સમાચાર છે જે મોંઘવારીના મોરચે રાહત આપશે. હવે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ તેની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.

હવે આટલી કિંમતના સિલિન્ડર દેશના મોટા શહેરોમાં ઉપલબ્ધ થશે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 30 રૂપિયા ઘટીને 1646 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1676 રૂપિયામાં મળતી હતી. કોલકાતામાં તેની કિંમત ઘટીને 1756 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે, જે પહેલા 1787 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 31 રૂપિયાથી 1598 રૂપિયા સસ્તો થયો છે, જે પહેલા 1629 રૂપિયા હતો. ચેન્નાઈમાં એક સિલિન્ડર 1809.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત ચોથો મહિનો છે જ્યારે તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં 803 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.