ભારતઃ 15થી 18 વર્ષના 3.45 કરોડ કિશોરોને અત્યાર સુધીમાં કોરોનાથી સુરક્ષિત કરાયાં
- 7.50 કરોડ કિશોરોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક
- ફેબ્રુઆરીના અંત સુધીમાં કિશોરોને પ્રથમ ડોઝ આપી દેવાશે
નવી દિલ્હીઃ કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસી છે. હાલ ભારતમાં 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 15થી 18 વર્ષના લગભગ 3,45,35664 કિશોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશમાં આ વય મર્યાદામાં આવતા લગભગ 7.50 કરોડ કિશોરોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ફેબ્રુઆરી અંત સુધીમાં 7.50 કિશોરોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેથી તમામ કિશોરોને રસી મળી રહે તે માટે રાજ્ય સરકારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
(Photo-File)