Site icon Revoi.in

ભારતે આઝાદીના 75 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરીઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ 75 વર્ષમાં દેશે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. 75 વર્ષની આ યાત્રામાં દેશની લોકશાહી વધુ મજબૂત થઈ છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે દેશમાં એક પક્ષની સરકાર જાય છે તો બીજી પાર્ટીની પણ સરકાર આવે છે. ગૃહ પ્રધાન શાહ ‘પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના 118માં વાર્ષિક સત્રમાં ‘રાઇઝિંગ ઇન્ડિયા: અમૃત કાલ ઓફ અભૂતપૂર્વ વિકાસ’ પર લોકોને સંબોધિત કર્યા હતા. PHD ચેમ્બર ઓફ કોમર્સ એ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. તે ભારતીય આયાતકારોને પ્રમાણપત્ર આપવાનું કામ કરે છે. ગૃહમંત્રીએ તેના 118મા વાર્ષિક સત્રમાં ભાગ લીધો હતો.

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ 9 વર્ષમાં દેશ બદલી નાખ્યો છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. વિશ્વ વડાપ્રધાન મોદીના નેતૃત્વને જોવા અને સાંભળવા માંગે છે.  G20, ચંદ્રયાન-3 મિશન, આદિત્ય એલ-1 મિશનની સફળતા અને મહિલા આરક્ષણ બિલ પાસ થવા જેવી ઘટનાઓએ દેશને નવી ઉર્જાથી ભરી દીધો છે. દેશે 75 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. છેલ્લા 75 વર્ષમાં આપણે દરેક ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. અમે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની જાતને સાબિત કરી છે. છેલ્લા 75 વર્ષમાં અમારી સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દેશમાં લોકશાહીના મૂળને મજબૂત કરવામાં સફળતા મળી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, શરૂઆતમાં મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ આજે આપણે ઉત્પાદન ક્ષેત્રે એક સ્વપ્ન સ્થળ છીએ. આગામી 10 વર્ષમાં ભારત વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સ્થળ બનશે. તેમણે કહ્યું કે, આ 25 વર્ષ સંકલ્પ લેવાનો અને સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવાનો સમય છે. અમને એવો દેશ જોઈએ છે જેનું સપનું વડા પ્રધાન મોદીએ અમને બતાવ્યું છે કે જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવી રહ્યો છે, ત્યારે એવો કોઈ વિસ્તાર ન હોવો જોઈએ જ્યાં ભારત નંબર 1 ન હોય કારણ કે આપણે સૌથી યુવા દેશ છીએ, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, સૌથી વધુ ડોકટરો છીએ, એન્જિનિયરો વગેરે પણ આપણા દેશમાં છે.