Site icon Revoi.in

ભારતઃ નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાર્યવાહી

Social Share

નવી દિલ્હીઃ દેશની જનતાને યોગ્ય મેડિકલ સેવા મળી રહે તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પગલા લઈ રહી છે. દેશમાં હાલ કેન્દ્ર સરકાર જેનરિક દવાને પ્રોત્સાન આપી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે દવાઓની ગણવત્તા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નકલી દવાઓનું ઉત્પાદન કરનારાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 137 ફાર્માસ્યુટીકલ કંપનીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને 105 કંપનીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્દ્રિય આરોગ્યમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભારતના ઔષધિ મહાનિયંત્રકને આદેશ આપ્યો છે કે, નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ભારતમાં દવાઓના નિર્માણની ગુણવત્તા સાથે કોઈ પ્રકારની સમજૂતી કરવામાં નહીં આવે. ડૉ.માંડવિયાએ નવી દિલ્હીમાં ફાર્માસ્યુટીકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

તેમણે જણાવ્યું છે કે, ફાર્માસ્યુટીકલ કંપનીઓના નિરીક્ષણ માટે વિશેષ દળ બનાવવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રોડક્ટની ગુણવત્તાના આધાર પર ઔષધિ ક્ષેત્રે ભારતની વૈશ્વિક સ્થિતિ નિર્ધારિત થાય છે. 137 ફાર્માસ્યુટીકલ કંપનીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને 105 કંપનીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્સર સહિતની જરુરી દવાઓ ઉપર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે જરુરી દવાઓના કિંમતમાં ઘટાડો થશે.  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્સર અને દુર્લભ રોગોની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થવાથી સામાન્ય લોકોને ફાયદો થશે. માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું કે દવાઓ પરના માલ અને સેવા કરમાં ઘટાડો કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થશે.