અમેરિકી સમાચાર પત્રમાં ભારતીય અંતરિક્ષના કાર્યક્રમોની કરાઈ પ્રસંશા,કહ્યું ‘ભારત ટૂંક સમયમાં ચીન સાથે કરી શકે છે સ્પર્ધા’
દિલ્હીઃ- ભારત સતત અવકાશ કેષઅત્રમાં પ્રગતિ કરતો દેશ છે,વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી રહ્યો છે ત્યારે હવે ભારતના અંતરિક્ષ કાર્યક્મોના વખાણ અમેરિકાના સમાચાર પ્ત્રમાં પણ કરવામાં આવ્યા છે જાણકારી પ્રમાણે અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સએ ભારતના અવકાશ કાર્યક્રમોની પ્રશંસા કરી છે.
અમેરિકાનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં સ્પેસ પ્રોગ્રામમાં ચીનને ટક્કર આપી શકે છે. રશિયા અને ચીને ઓછા ખર્ચે રોકેટ લોન્ચ કરવાની ઓફર કરી હતી. પરંતુ યુક્રેન યુદ્ધના કારણે રશિયાનો સ્પેસ પ્રોગ્રામ અટકી ગયો. તેનાથી યુકેના વનવેબને કરોડોનું નુકસાન પણ થયું. આ પછી વનવેબને ઈસરોને મોકલવામાં આવ્યું.
આ સમાચાર પત્રમાં જણાવ્યું હતું કે ભારત હાલમાં લગભગ 140 સ્ટાર્ટઅપનું ઘર છે. ભારત ટૂંક સમયમાં ચીન સાથે સ્પર્ધા કરી શકે છે.વધુમાં એમ પણ જણાવાયું છે કે ભારતે 1963માં પ્રથમ વખત તેનું રોકેટ લોન્ચ કર્યું ત્યારે ભારત વિશ્વનો સૌથી પછાત અને ગરીબ દેશ હતો. રોકેટને સાયકલ પર લોન્ચ પેડ સુધી લઈ જવામાં આવ્યું હતું. પરંતુ આજે ભારતે અવકાશ કાર્યક્રમોમાં ઘણી તાકાત મેળવી છે.
ધ સરપ્રાઈઝિંગ સ્ટ્રાઈવર ઈન ધ વર્લ્ડસ સ્પેસ બિઝનેસ નામના લેખમાં સમાચાર પત્રએ જણાવ્યું હતું કે ભારત ઓછામાં ઓછા 140 રજિસ્ટર્ડ સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપનું ઘર છે. રશિયાનો સ્પેસ પ્રોગ્રામ અટકી ગયો ભારતને અવકાશ શક્તિ તરીકે સંબોધતા કહ્યું કે PM મોદી અને બાઈડેનની બેઠકમાં અવકાશના તમામ ક્ષેત્રો સુધી પહોંચવા માટે સહયોગની પણ ચર્ચા થઈ હતી.