દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ અરાજકતા ભરી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે અનેક નાગરિકો દેશ છોડવા મજબુર બન્યાં છે. દરમિયાન અફઘાનીસ્થાનથી હિઝરત કરીને આવેલા 8 હજારથી વધારે શરણાર્થીઓએ ભારતમાં શરણ લીધું છે. દરમિયાન ભારત સરકારે દેશમાં શરણ લેનારા અફઘાની નાગરિકોને મંજૂરી વિના દેશ નહીં છોડવા માટે નિર્દેશ કર્યો હતો. આ નાગરીકો સરકારની મંજુરી વગર ભારત છોડી શકશે નહી.
પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા અનેક ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અનેક હિન્દુ અને શીખ સહિતના નાગરિકોને પણ ભારતમાં શરણ આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા આ નાગરિકોને આઠ હજારથી વધારે અફઘાની નાગરિકોને છ મહિનાના વિઝા આપવામાં આવ્યાં છે. તેમજ જરૂર પડશે તો હજુ તેમના વિઝાની મુદ્દતમાં વધારો કરવામાં આવશે. આ તમામ નાગરીકોને હાલ દિલ્હીમાં જ આશરો અપાયો છે અને તેઓ દિલ્હી છોડીને પણ જઈ શકશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્થાનમાં તાલિબાને સત્તા હાંસલ કરી છે. બીજી તરફ અમેરિકી સહિતની વિદેશી આર્મીએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ ત્યાં અરાજકતા ભરેલી સ્થિતિ છે.