Site icon Revoi.in

UN માં ભારતે પાકિસ્તાનની બોલતી કરી બંધ – ઘર્માંતરણ અને શીખ-હિંદુ પર થતા હુમલાને લઈને પાકિસ્તાનને આડેહાથ

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાન હંમેશા તેની હરકતોને લઈને ભારત સામે પછળાી છે ત્યારે ફરી એક વખત યુએનમાં ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી હતી અને શીખ હિન્દુ પર થતા હુમલાો અને ઘર્માંતરણને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું.ભારતે UNHRCમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.

ભારતે પાકિસ્તાનને આઈનો દેખાડતા કહ્યું કે હિંદુ અને શીખ સમુદાયો તેમના પૂજા સ્થાનો પર વારંવાર હુમલા અને તેમની સગીર છોકરીઓના બળજબરીથી ધર્માંતરણ જેવી સમસ્યાઓનો સામનો કરે છે.  ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ માં તેના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો ત્યારે આ વાત કહી હતી.

ભારતે પાકિસ્તાનના પ્રતિનિધિ હિના રબ્બાની ખારને જવાબ આપ્છેયો . હિના રબ્બાની ખારે દેશના સંરક્ષણ અધિગ્રહણની ટીકા કરી હતી, જ્યારે ભારત વતી જવાબ આપતા તેને દેશ વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચાર ગણાવ્યો હતો.ધાર્મિક લઘુમતીઓ અને આતંકવાદના મુદ્દાઓ પર ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ- UNHRCમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

NHRCમાં ભારતના પ્રતિનિધિ સીમા પુજાનીએ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખાર પર આકરા પ્રહારો કર્યા. કહ્યું હતું કે ‘કોઈ પણ ધાર્મિક લઘુમતી આજે પાકિસ્તાનમાં મુક્તપણે રહી શકતી નથી અને ન તો તે પોતાના ધર્મનું પાલન કરી શકે છે. સરકાર અહમદિયા સમુદાયને તેમના વિશ્વાસનું પાલન કરવા માટે અત્યાચાર કરી રહી છે… વિશ્વભરમાં હજારો નાગરિકોના મૃત્યુ માટે પાકિસ્તાનની નીતિઓ જવાબદાર છે.