દિલ્હી:ભારતમાં કોરોનાના કેસ હવે લગભગ નહિવત છે. પરંતુ આ જીવલેણ વાયરસ પાડોશી દેશ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ 2020નો પહેલો કેસ ચીનથી પરત ફરેલા વિદ્યાર્થી સાથે આવ્યો હતો. સરકાર આ અંગે સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે, જો તમે આંદામાન-નિકાબોર ટાપુ, પોર્ટ બ્લેર અથવા લદ્દાખના લેહની મુસાફરી કરી રહ્યા છો અને તમે કોરોનાની રસી નથી લીધી, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.તમારી પાસે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ હોવો જોઈએ. જોકે તેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના સંબંધિત નિયંત્રણો હળવા કર્યા છે, પરંતુ કેટલાક રાજ્યો એવા છે જે હજુ પણ ઇચ્છે છે કે જેમણે રસી નથી અપાવી, તેઓએ મુસાફરી શરૂ કરતા પહેલા 48 થી 96 કલાકની અંદર ફરજિયાતપણે RT-PCR નું પરીક્ષણ કરાવું જોઈએ. અથવા એરપોર્ટ પર આગમન પર તેમનું પરીક્ષણ કરવું જોઈએ.
આંદામાન-નિકોબાર ઉપરાંત, લદ્દાખ પણ એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં રસી વગરના મુસાફરો માટે લેહ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. લેહમાં આરોગ્ય સેવાઓના નિર્દેશક ડૉ. મોટુપ દોરજેએ જણાવ્યું હતું કે, “અમે કેટલાક પ્રવાસીઓ પર પસંદગીના ધોરણે RT-PCR પરીક્ષણો કરાવી રહ્યા છીએ.