Site icon Revoi.in

શ્રીલંકાની મુલાકાત લેવા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને ભારતે હવાઈ ક્ષેત્રના ઉપયોગની પરવાનગી આપી

Social Share

દિલ્હી – ભારતે પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઇમરાન ખાનને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઇમરાન ખાન આવનારા અઠવાડિયાના મંગળવારે પોતાના મંત્રી મંડળ અને ઉચ્ચ-સ્તરના વ્યવસાયિક પ્રતિનિધિ મંડળ સાથે શ્રીલંકાની બે દિવસીય મુલાકાત પર જઈ રહ્યા છે જેથી સ્વાભાવિક છે કે તેઓને ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની જરૂર પડશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 ની શરૂઆતમા પાકિસ્તાને ભારત પર જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લવ્યો હતો અને પાકિસ્તાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા અને સાઉદી અરેબિયાની યાત્રા માટે તેમના હવાઈમથાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

મીડિયાને ઈમરાન ખાને આપેલી માહિતી પ્રમાણે ,ઇમરાન ખાન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે સાથે દ્રીપક્ષિય મુલાકાતનો કાર્યક્રમ છે, આ મુલાકાતમાં વેપાર, રોકાણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ટેકનોલોજી, સંરક્ષણ અને પર્યટન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે ખાન વડા પ્રધાન રાજપક્ષેના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે શ્રીલંકા જઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી વર્ષ 2019 માં કલમ 370 અસરહીન થયા બાદ પાકિસ્તાન દરેક બાબાતે ભારતને પછાડવા માંગતું હતું જોકે તે સતત નિષઅફળ રહ્યું છે. યૂેનમાં પણ વારંવાર તેમણ ેઆ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યા પણ તેમને નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી.

સાહિન-