નવી દિલ્હીઃ ઉઝબેક્સિતાનમાં એસસીઓની સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પાર્ટઅપ અને કોવિડ સહિતના મુદ્દા ઉપર પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમજ ભારત ઉત્પાદન ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું હોવાનું જણાવીને પીએમ મોદીએ ભારતની આર્થવ્યવસ્થામાં લગભગ 7.5 ટકાના દરથી વધારાની આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં પોતાનું સંબંધન કર્યું હતું.
ઉઝબેકિસ્તાનમાં શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની 22મી સમિટ સમરકંદમાં ચાલી રહી છે, એસસીઓ સમિટમાં કહ્યું હતું કે, આ વર્ષે ભારતની આર્થવ્યવસ્થામાં લગભગ 7.5 ટકાના દરથી વધવાની આશા છે. મને ખુશી છે કે, દુનિયાના સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે દરેક સેક્ટરમાં ઈનોવેશનને સમર્થન કરી રહ્યાં છીએ, આજે ભારતમાં 70 હજારથી વધારે સ્ટાર્ટઅપ છે. જેમાં 100થી વધારે યુનીકોર્ન છે. આ સેકટરમાં અમારો અનુભવ એસસીઓ દેશોના કામ આવી શકે છે. આ ઉદ્દેશથી અમે એસસીઓ સભ્ય દેશની સાથે અમારો અનુભવ સેર કરવા તૈયાર છીએ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, દુનિયા કોવિડ-19 મહામારી ઉપર કાબુ મેળવી રહી છે, કોવિડ અને યુક્રેન સંકટના કારણે વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલાઓમાં કેટલીક વ્યવધાન ઉત્પન્ન થયા, અમે ભારતને એક વિનિર્માણ કેન્દ્રમાં બદલવા માંગીએ છીએ. દુનિયા હાલ ખાદ્ય સંકટની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. બીજી તરફ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ઉઝબેકિસ્તાનમાં શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની 22મી સમિટ પહેલા તમામ નેતાઓની ગ્રુપ ફોટોગ્રાફી થઈ હતી. પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીએ સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગ અને પુતિન પણ ઉપસ્થિત રહ્યાં છે.