- શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતાનો કરાર
- ઓસ્ટ્રેલિયા સાથે ભારતે કર્યો આ બાબતે કરાર
દિલ્હી – હાલ જી 20ની બેઠકો યોજાઈ રહી છએ જેના સંદર્ભે અનેક મંત્રીઓ ભારતની મુલાકાતે છએ ત્યારે વિતેલા દિવસને ગુરુવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાએ એક ખાસ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે
જાણકારી પ્રમાણે આ બન્ને દેશઓ વચ્ચે શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા જે બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની અવરજવરને સરળ બનાવવામાં મદદ કરશે. જ્યારે બંને દેશો ડિગ્રીને માન્યતા આપશે, ત્યારે એન્જિનિયરિંગ, મેડિકલ અને કાનૂની શિક્ષણ સંબંધિત વ્યાવસાયિક નોંધણી આ માળખાના દાયરાની બહાર રહેશે.
આ સહીત બંને દેશોએ 12 સંસ્થાકીય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. હવે આ દેશોની યુનિવર્સિટીઓ જોઈન્ટ અથવા ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ ઓફર કરી શકશે. ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ઑસ્ટ્રેલિયન શિક્ષણ પ્રધાન જેસન ક્લેર વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
રોકાણબાબતની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા 18.2 મિલિયન ડોલરનું રોકાણ કરશે, આ માટે કરારો કરવામાં આવ્યા છે, પ્રબંને દેશો શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા સંમત થયા છે. ઓસ્ટ્રેલિયાએ $1.82 મિલિયનના રોકાણની યોજના બનાવી છે. આ રકમ અભ્યાસક્રમો અને તાલીમ પાછળ ખર્ચવામાં આવશે.
આ કરાર ગયા વર્ષે 21 માર્ચે 2જી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટમાં બંને દેશોના વડા પ્રધાનો દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. સમિટમાં, બંને નેતાઓ લાયકાતની પરસ્પર માન્યતા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા સંમત થયા હતા.
આ સાથે જ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ અને ભારતીય યુનિવર્સિટીઓ વચ્ચે વધુ પીએચડી સંશોધનને એકસાથે ભંડોળ પૂરું પાડવા માટે સાથે મળીને કામ કરવા માટે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.