1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ કપ મેચમાં આજે પુણેના સ્ટેડિયમમાં ભારત અને બાંગલાદેશ એકબીજા સામે ટકરાશે, ભારતની જીતની આશા
વર્લ્ડ કપ મેચમાં આજે પુણેના સ્ટેડિયમમાં ભારત અને બાંગલાદેશ એકબીજા સામે ટકરાશે, ભારતની જીતની આશા

વર્લ્ડ કપ મેચમાં આજે પુણેના સ્ટેડિયમમાં ભારત અને બાંગલાદેશ એકબીજા સામે ટકરાશે, ભારતની જીતની આશા

0
Social Share
દિલ્હીઃ-  વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની ચોથી મેચ બાંગ્લાદેશ સાથે છે. પ્રથમ ત્રણ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સતત ચોથી જીત નોંધાવવા તત્પર છે. આનાથી ભારત માટે સેમિફાઇનલનો રસ્તો આસાન બની જશે. તે જ સમયે, બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી, પરંતુ તે પછી આ ટીમ બે મેચ હારી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ યજમાન ભારતને હરાવીને અપસેટ સર્જવાનો પ્રયાસ કરશે.
પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. અહીંનું મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ માટે સારું સાબિત થયું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે પૂણેમાં વનડેમાં સદી ફટકારી છે. હવે ફરી એકવાર આ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
અહીં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વખત વનડે મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને આ દરમિયાન 4 મેચ જીતી છે. તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે તેની છેલ્લી મેચ અહીં 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશની મેચ ક્યારે રમાશે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે એટલે કે આજે મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશની મેચ કે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.
ટોસ આના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1.30 વાગ્યે થશે. ભારતમાં વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશની મેચ તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર ચાહકો વિવિધ ભાષાઓમાં મેચની મજા માણી શકે છે. ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર મેચ ફ્રીમાં જોઈ શકશે. વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ મેચનું લાઇવ સ્ટ્રીમિંગતમે Disney + Hotstar એપ પર વર્લ્ડ કપની મેચો ઓનલાઈન જોઈ શકો છો.
આ સાથે જ બંને ટીમોમાંથી 11 ખેલાડીઓ રમવાની સંભાવના છે જો ભારતની વાત કરીએ ચો  રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
જ્યારે બાંગલાદેશની વાત કરીએ તો લિટન દાસ, તંજીદ તમીમ, મેહિદી હસન મિરાજ, નઝમુલ હસન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઈસ્લામ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code