- ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ
- બંને દેશો વિવાદ ઉકેલવા સંમત થયા
- વિશ્વના દેશોની નજર ભારત અને ચીન પર
દિલ્હી :ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલા મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ભારત અને ચીનના સૈનિકો આમને સામને અનેક વાર આવી ગયા છે ત્યારે હવે આખરે ચીન ભારત સામે નબળું પડ્યું છે અને સીમા વિવાદ ઉકેલવા સંમત થયું છે.
જો કે આ અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમજ ચર્ચા દરમિયાન બંને પક્ષોએ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ખાતરી આપી છે. પૂર્વીય લદ્દાખ પર ભારત-ચીન રાજદ્વારી ચર્ચાના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે,બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની સ્થિતિ પર વિગતવાર અને સ્પષ્ટ રીતે ચર્ચા કરી હતી. બંને પક્ષો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પડતર મુદ્દાઓના ઝડપી ઉકેલની જરૂરિયાત પર સંમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે ચીન પોતાના કાળા ઈરાદા મુજબ ભૂતાનમાં 100 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા તેના કેટલાક ગામડાઓનું નિમાર્ણ કરી રહ્યું છે. ભૂતાનમાં ચીનની ઘૂસણખોરીએ ભારતની ચિંતા વધારી છે. કારણ કે ભારતે ઐતિહાસિક રીતે ભૂતાનને તેની વિદેશ સંબંધોની નીતિ અંગે સલાહ આપી છે અને પોતાના સશસ્ત્ર દળોને તાલીમ આપવાનું ચાલુ રાખ્યું છે.
ચીનની આ ચાલમાં ભારતીય સેના ક્યારેય આવશે નહી અને ચીન દ્વારા કરવામાં આવેલા ગલવાન ઘાટીના હૂમલા બાદ ભારત સરકાર અને ભારતીય સેના ચીન પર એક ટકાનો પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી.