ભારત અને માલદીવે સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદ પ્રવૃત્તિની સખ્ત નિંદા કરી
દિલ્હીઃ ભારત અને માલદીવે સરહદ પારના આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની સખત નિંદા કરી છે. આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા પર બંને દેશોના સંયુક્ત કાર્યકારી જૂથની બીજી બેઠક ગઈકાલે માલેમાં યોજાઈ હતી.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં પશ્ચિમ ક્ષેત્રના સચિવ સંજય વર્માએ કર્યું હતું અને માલદીવના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ સચિવ અહેમદ લતીફ કરી રહ્યા હતા.ભારત અને માલદીવે સરહદ પારના આતંકવાદ સહિત બધા જ સ્વરૂપના આતંકવાદનો કડક શબ્દોમાં વિરોધ કર્યો છે.
વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ ભારત અને માલદીવના આતંકવાદ અને ઉદ્દામવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક ગઈકાલે માલેમાં યોજાઈ ગઈ. જેમાં બંને દેશોએ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સહકાર મજબૂત બનાવવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે.
આ સહીત બંને પક્ષોએ આતંકવાદી સંસ્થાઓ દ્વારા ઉભા થયેલા ખતરાની સમીક્ષા કરી હતી તેમજ આતંકવાદી સંગઠનો સામેની લડતમાં સહિયારો પ્રયાસ કરવા ઉપર ભાર મૂકયો હતો.મંત્રાલયે કહ્યું કે ભારત અને માલદીવે સંગઠિત અપરાધ, નાર્કોટિક્સ અને અન્ય ક્ષેત્રો સામેની લડાઈમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર પણ ચર્ચા કરી.