ઘર્મશાલાઃ- વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ આજે ટક્હિકર જામશે આ મેચ માચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા માં યોજાવાની છે. બંને ટીમો મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ન્યુઝીલેન્ડ અને ભારત આ સમયે 4-4 મેચ જીતવામાં સફળ રહ્યા છે. નેટ રન રેટ ભારત કરતા વધુ હોવાને કારણે, ન્યુઝીલેન્ડ હાલમાં નંબર વન પર છે જ્યારે ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
ICC ટૂર્નામેન્ટમાં રમાયેલી મેચોમાં ન્યૂઝીલેન્ડ ભારત કરતાં આગળ છે. તે જ સમયે, 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં, ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું. આવી સ્થિતિમાં આજે ભારતીય ટીમ તે હારનો સ્કોર સરલ કરવા મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડ અને ભારતની ટીમો અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે.
ભારત અને ન્યુઝીલેન્ડ ODIમાં બંને ટીમો વચ્ચે કુલ 116 મેચ રમાઈ છે, જેમાં ભારતે 58 મેચ જીતી છે અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. 1 મેચ ટાઈ રહી છે અને 1 મેચનું પરિણામ આવ્યું નથી.
વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 9 વખત સામસામે આવી ચુક્યા છે, જેમાં ભારત માત્ર 3 મેચ જીતી શક્યું છે અને ન્યુઝીલેન્ડ 5 મેચ જીતવામાં સફળ રહ્યું છે. એક મેચ પરિણામ વગર રહી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડની ટીમ આજે આ ખાસ રેકોર્ડ સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે ત્યારે ભારત માટે પણ આજે મોટો પડકાર છે.