ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આવતી કાલે સેમી ફાઈનલમાં સામસામે જોવા મળશે, આજ થી 11 વર્ષ પહેલા અંડર-19 વર્લ્ડ કપમાં આ બન્ને દેશ વચ્ચે મુકાબલો થયો હતો. ત્યાર બાદ આવતી કાલના વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં આ બન્ને ટીમ સામસામે જોવા મળશે.
વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ રમવા ગઈ રહ્યું છે આ પહેલા ક્યારેય ભારતનો ન્યૂઝીલેન્ડ સાથે વર્લ્ડ કપમાં આમનો સામનો થયો નથી તેથી કહી શકાય કે કાલની મેચ ક્રીકેટ શાખીન માટે ખુબજ મહત્વની રહેશે
મજાની વાત તો એ છે કે 2008માં મલેશિયામાં રમાનારી અંડરઃ19 વર્લ્ડ કપની સેમી ફાઈનલની ટીમમાં બન્ને કેપ્ટન એ જ હતા જે આજે છે, 11 વર્શ પહેલા પણ બન્ને કેપ્ટન વચ્ચે મેચ બરાબર જામી હતી જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી અને ફાઈનલમાં સાઉથ આફ્રીકા સાથે આમને સામને આવી હતી જેમાં પણ ટીમ ઈન્ડિયાએ મેચ પોતાને નામ કરી હતી તો ફરી હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલ્યમસન વચ્ચે કાંટાની ટક્કર જામશે એક પ્રેસકોન્ફરન્સમાં વિરાટે કહ્યું કે “સારુ લાગે છે કે 11 વર્ષ બાદ ફરી અમે બન્ને સીનિયર વર્લ્ડ કપમાં પોત પોતોના દેશના કેપ્ટન તરીકે રમીશું ”
અંડર-19 વર્લ્ડ કપ 2008માં સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ડીએલ મેથડ થી 3 વિકેટ સાથે હરાવ્યું હતું ત્યાર બાદ ફાઈનલ મેચ સાઉથ આફ્રીકા સામે રમીને ડકવર્થ લુઈસ પ્રણાલીના સાથે 12 રનથી આફ્રીકાને હરાવ્યું હતું.
સેમી ફાઈનલમાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે 50 વરમાં 205/8 રન કર્યા હતા જેમાં જાબાઝ ક્રિક્ટર વિલિયમસને મા6 37 રન કર્યા હતા, ભારતને 43 વરમાં 191 રન કરવાનો ટોરગેટ મળ્યો હતો જે 9 બોલ બાકી રહેતા 7 વિકેટ પાડીને ને ટારગેટ પુરો કર્યો હતો જેમાં કેપ્ટન કોહલીએ 43 રન કર્યો હતા તે સાથે સાથે 2 વિકેટ પણ કોહલીએ લીધી હતી, વ્રાટ કોહલી ઓલરાઉન્ડર છે જેના કરાણે તેઓ પ્લેયર ઓફ ધ મેચ સાબિત થયા હતા ત્યારે હવે ફી એક વાર વિરાટ ભારતની જીતનો દાવો કર્યો છે તો હવે આવતી કાલે સેમીફાઈનલમાં વિટાટની બલ્લેબાજી પર નજર કરીશું.