- ભારત અને સાઉદી અરબે રુપિયા-રિયાલ વ્યાપાર સંબંધિત વિચાર વિમર્શ
- UPI , RuPay કાર્ડથી પેમેન્ટ મામલે થઈ ચર્ચા
દિલ્હીઃ- દેશમાં જ્યારથી પ્રધાનમંત્રી પદ પર નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંધો વધુને વધુ મજબૂત બન્યા છે વિદેશ તરફથી ભારતને અને ભારતે અનેક દેશોને મદદ પહોંચાડે છે.ત્યારે હવે ભારત અને સાઉદી અરબ વચ્ચે રિયાલ અને રુપિયાવને લઈને થતા પેમેન્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી, આ મામલે વિતેલા દિવસને સોમવારના રોજ વાણિજ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત અને સાઉદી અરેબિયાએ રુપીયા-રિયલ વેપારને સંસ્થાકીય બનાવવાની શક્યતા અને અહીના ક્ષેત્રમાં યુપીઆઈ અને રુપે કાર્ડની રજૂઆત અંગે ચર્ચા કરી છે. મંત્રી સ્તરીય બેઠકે કૃષિ અને ખાદ્ય સુરક્ષાના ચાર વ્યાપક ક્ષેત્રો હેઠળ તકનીકી ટીમો દ્વારા ઓળખવામાં આવેલા સહયોગના 41 ક્ષેત્રોને પણ સમર્થન આપ્યું હતું.
આ સહીત પ્રાધાન્યતા પરિયોજનાઓને સમયમર્યાદામાં અમલમાં મૂકવા સહમતિ દર્શાવાઈ હતી.આ સાથે જ વેપાર અને વાણિજ્યનું વૈવિધ્યકરણ અને વિસ્તરણ, વેપાર અવરોધો દૂર કરવા સાઉદી અરેબિયામાં ભારતીય ફાર્મા ઉત્પાદનોની સ્વચાલિત નોંધણી અને માર્કેટિંગ અધિકૃતતા, રૂપિયા-રિયાલ વેપારને સંસ્થાકીય બનાવવાની શક્યતા, સાઉદી અરેબિયામાં UPI અને રુપે કાર્ડની રજૂઆત વગેરે મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર બિંદુ હતા.
ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની 18-19 સપ્ટેમ્બરના રોજ રિયાધની મુલાકાત દરમિયાન આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની મંત્રી સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી.આ દરમિયાન ગોયલ અને સાઉદીના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાન અલ-સાઉદે કાઉન્સિલની અર્થતંત્ર અને રોકાણોની સમિતિની મંત્રી સ્તરની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.