ભારત અને અમેરિકાએ વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો
દિલ્હી:ભારત અને અમેરિકાએ ગુરુવારે એક મહત્વપૂર્ણ પગલું લેતા નિકાસ નિયંત્રણોને પહોંચી વળવા, ઉચ્ચ તકનીકી વાણિજ્યને વધારવા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની સુવિધા માટે વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનું નક્કી કર્યું.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશમંત્રી એસ. જયશંકર અને મુલાકાતે આવેલા યુએસ કોમર્સ સેક્રેટરી જીના રાયમોન્ડો વચ્ચેની બેઠકમાં વાટાઘાટો માટે નવું માળખું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વિદેશ મંત્રી અને મંત્રી રાયમોન્ડો ભારતના વિદેશ મંત્રાલયના વિદેશ સચિવ અને અમેરિકી વાણિજ્ય વિભાગમાં ઉદ્યોગ અને સુરક્ષા બ્યુરોના અન્ડર સેક્રેટરીના નેતૃત્વમાં ભારત-યુએસ વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવા સંમત થયા હતા.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જયશંકર અને રાયમોન્ડોએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યાપારી સંબંધોને વધુ ગાઢ બનાવવાના ચાલુ પ્રયાસો વિશે ચર્ચા કરી હતી, જેમાં ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી ઇનિશિયેટિવ અને ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશનનો સમાવેશ થાય છે.
જયશંકરે બેઠક પછી ટ્વીટ કર્યું, “આજે સાંજે યુએસ કોમર્સ સેક્રેટરી જીના રેમોન્ડોને મળીને આનંદ થયો.આ દરમિયાન, વ્યૂહાત્મક વેપાર, વિશ્વસનીય પુરવઠા શૃંખલા અને ડિજિટલ ક્ષેત્રમાં વિશ્વાસ અને પારદર્શિતા પર ચર્ચા કરવામાં આવી હતી.