Site icon Revoi.in

શ્રીલંકાની મદદે ફરી આવ્યું ભારત – આર્થિક સંકટમાં 50 કરોડ ડોલરની આપી સહાય

Social Share

દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી શ્રીલંકા આર્થિક કટોકટી સમા ઝઝુમી રહ્યું છે, આવી સ્થિતિમાં ભઆરતે તેમને મદદ પહોંચડી હતી ત્યારે ફરી ભારત શ્રીલંકાની મદદે આવ્યું છે. હાલ શ્રીલંકા માટે ભારત કોી મસીહાથી ઓછું નથી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભઆરતે શ્રીલંકાને ફરી એક વખત 50 કરોડ ડોલરની સહાયતાની જાહેરાત કરી છે.આ સાથે જ  લગભગ 2 અબજ ડોલરની ક્રેડિટ લાઇન પણ આપી છે. આ મમદથી શ્રીલંકા પોતાનો આહાર, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુ ખરીદી રહ્યું છે. તો હાલ આપવામાં આવવ 50 ડોલરની સહાય તેમાંથી અલગ છે. આ સહાયતા ભારતે શ્રીલંકાને તેલની ખરીદી માટે આપવામાં આવી રહી છે.,કારણ કે હાલ શ્રીલંકામાં તેલનું સંકટ પેદા થયું છે.

ઉલ્લેખનીય છે કે આસ્થિતિ વચ્ચે ભારતીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આઈએમએફ ચીફ સાથે વાત કરીને શ્રીલંકાને મદદ આપવા વિનંતી કરી છે. વિત્ત મંત્રીએ આઈએમએફને વિલંબ કર્યા વગર સહાયતા આપવાની માંગણી કરી છે.

હાલ શ્રીલંકામાં પેટ્રોલના ભાવ 350  છે, એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાના વિદેશ મંત્રી જીએલ પીરિજે જણાવ્યું કે આઈએમએફથી સહાયતા આપતા છ મહિનાનો સમય લાગી શકે તેમ છે અને આ રકમ હપ્તામાં આવશે.  આ સાથે જ સામાન પહોંચાડવા માટે વિશેષ ફંડભારત આપી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે શ્રીલંકાને ભારતે તેલ ખરીદવા માટે બીજી વખત 50 કરોડ ડોલરની મદદ કરી છે