Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ સુરક્ષા અને સીમા સંબંધિત મુદ્દાઓ પર સહયોગ મજબૂત બનાવશે – સંયુક્ત કાર્યકારી સમૂહની બેઠકમાં સહમતિ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ રક્ષા અને સરહદ વ્યવસ્થાપન પર  ભારત અને બાંગલાદેશ બંને દેશોના સંયુક્ત કાર્યકારી જૂથ ની 18મી બેઠક યોજાઈ હતી. ભારત અને બાંગ્લાદેશ સુરક્ષા અને સરહદી મુદ્દાઓ પર પરસ્પર સહયોગને વધુ ગાઢ અને મજબૂત કરશે. આ બબાતે બન્ને દેશો વચ્ચે બેઠકમાં સહમતિ દર્શાવાઈ હતી.

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના અધિક સચિવ પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના અધિક સચિવ એ.કે. મુખ્લેસુર રહેમાન. અધિકારીઓએ જણાવ્યું કે આ અધિક સચિવ સ્તરની બેઠક એક રીતે બંને દેશો વચ્ચે ગૃહ સચિવ સ્તરની વાતચીતની તૈયારીઓ માટે હતી.

આ બાબતને લઈને એમ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે વિતેલા દિવસી બે દિવસની બેઠક સમાપ્ત થઈ હતી જેમાં બંને દેશોએ ઉત્તમ દ્વિપક્ષીય સંબંધોની નોંધ લીધી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર સહકારને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

બેઠકને લઈને પ્રાપ્ત થયેલી વધુ વિગત પ્રમાણે આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સરહદના 150 યાર્ડની અંદર ફેન્સીંગ અને વિકાસના કામો, ઘૂસણખોરી, બળવાખોરી, આતંકવાદ, સંગઠિત અપરાધ અને દાણચોરીનો સામનો કરવા પરસ્પર સહયોગના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.