Site icon Revoi.in

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી રોકણકારો સાથે ભારત પારદર્શી, નિષ્પક્ષ અને ભેદભાવ વિના કામ કરશે.

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગએ ભારતના પગલા પર કહ્યું કે, ભારતીય અધિકારીઓએ તાજેતરમાં જ ચીની કંપનીઓ અને તેમના ઉત્પાદોને રોકવા માટે અનેક ઉપાય કર્યાં છે. જેના કારણે ચીની કંપનીઓના અધિકારીઓ-હિતોને નુકસાન થયું છે. ચીન સહિતની વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણના વાતાવરણને લઈને ભારે ચિંતિત છે. વિદેશી રોકાણકારોએ ભારતમાં રોજગારની તક ઉભી કરી છે અને ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે.

વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ચીન અને ભારત માત્ર એક પડોશી દેશ નહીં પરંતુ મહત્વપૂર્ણ આર્થિક અને વ્યાપારિક સહયોગી છે. બંને દેશો વચ્ચે 2021માં વ્યાપર 125.7 અરબ ડોલર નજીક પહોંચ્યો છે.

ભારત સરકારે તાજેતરમાં જ ચીન ઉપર ડિજીટલ સ્ટ્રાઈક કરીને 45 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ તમામ એપ્સથી ભારતની સુરક્ષા ઉપર ખતરો ઉભો થઈ રહ્યો છે. પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સમાં જાણીતી ગેમ ગરેના ફ્રી ફાયર અને એપલોક એપનો સમાવેશ થાય છે. 29મી જૂન 2020ના રોજ પ્રથમ ડિજીટલ સ્ટ્રાઈક કરીને ભારતે 59 ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. 27 જુલાઈ 2020ના રોજ 47, 2 ડિસેમ્બરના રોજ 118 અને નવેમ્બર 2020માં 43 એપ્સ પ્રતિબંધિત કરાઈ હતી. 14મી ફેબ્રુઆરીના રોજ વધુ 54 એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ અત્યાર સુધીમાં 300 જેટલી ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.