Site icon Revoi.in

SAFF ચેમ્પિયનશિપ અન્ડર – 17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું

Social Share

નવી દિલ્હીઃ ફૂટબોલમાં, SAFF ચેમ્પિયનશિપ અંડર -17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું છે.ભૂટાનમાં રમાઇ રહેલી આ સ્પર્ધામાં ગ્રુપ Aમાં ભારત તરફથી સેમસને એક અને હેમ્નેચુંગે બે ગોલ કર્યા હતા.આ જીત સાથે ભારત ગ્રુપ Aમાં છ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે.ભારત આ સ્પર્ધાનું વર્તમાન ચેમ્પિયન છે અને તે પહેલાથી જ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે.

28 સપ્ટેમ્બરે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ગ્રુપ બીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે, જ્યારે ફાઇનવલ મેચ 30મીએ રમાશે.ઉલ્લેખનીય છે કે,ભારતે પાંચ વખત SAFF અંડર-17 ચેમ્પિયનશિપ જીતી છે.