Site icon Revoi.in

લઘુમતીઓને રહેવા માટે ભારત બન્યો સૌથી શ્રેષ્ઠ દેશ – આ મામલે UAE ને પણ પછાળ્યું

Social Share

દિલ્હીઃ- ભારત દેશમાં અલ્પસંખ્યકો શાંતિથી રહી શકે છે કેન્દ્રની સરકાર અલ્પસંખ્યકો માટે અનેક સારા પગલાઓ લઈ રહી છે, પીએમ મોદીના અથાગ પ્ર.ત્નો હેઠળ સૌ કોઈ  હળીમળીને રહેતા હોય છે ત્યારે હવે વિશ્વ સ્તરે પણ લઘુમતિઓને રહેવા માટે ભારત શ્રેષ્ઠ દેશ તરીકે આગળ જોવા મળે છે. યુએઈ કે જે ઈસ્લામિક હોવા છત્તા આ બાબતે પાછળ રહ્યું છે.

ભારત દ્વારા લઘુમતીઓના જીવનને સુધારવા માટે બનાવવામાં આવેલી નીતિઓને કારણે દેશમાં લઘુમતીઓની સ્થિતિ સારી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના એક અહેવાલમાં પણ હવે આ બબાત ઝળહળી ઉઠી છે.

આ એહવાલ પ્રમાણે વૈશ્વિક સ્તરે લઘુમતીઓના અધિકારો પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પોલિસી એનાલિસિસે ભારતને લઘુમતીઓ માટે શ્રેષ્ઠ દેશ ગણાવ્યો છે.જો આ સંશોધનની વાત કરવામાં આવે તો આ રિચર્ચમાં કુલ 110 દેશોને આવરી લેવાયા હતા તજેમાં ભારત પ્રથમ સ્થાને આવ્યું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે  ભારતમાં ધાર્મિક લઘુમતીઓને સ્વિકારવાની લાગણી ઉચ્ચ સ્તરની જોવા મળે છે આ સાથે જ 110 દેશોના લીસ્દટમાં ક્ષિણ કોરિયા, જાપાન, પનામા પણ સામેલ છે. રિસર્ચ કરાયેલા સોથી વધુ દેશોની  યાદીમાં ભારતે અમેરિકા, બ્રિટન અને મુસ્લિમ દેશ યુએઈને પણ પાછળ પછાળ્યું છે.સેન્ટર ફોર પોલિસી એનાલિસિસ એ એક સંશોધન સંસ્થા છે જેનું મુખ્ય મથક પટના, ભારતમાં છે.

આ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે  અમેરિકા, માલદીવ, અફઘાનિસ્તાન અને સોમાલિયામાં લઘુમતીઓની સ્થિતિ કથળી રહી  છે. આ યાદીમાં બ્રિટન 54માં નંબર પર છે. તે જ સમયે, ખાડી દેશ યુએઈ 61માં નંબર પર  જોવા મળે છે.જ્યારે ભારત લઘુમતિઓને રહેવા માટેનો સૌથી શ્રેષ્ઠ દેશ સાબિત થયો છે.