Site icon Revoi.in

વેક્સિનના સૌથી વધુ ડોઝ લેનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો

Social Share

દિલ્હી – કોરોના મહામારી બાદ વિશ્વના કેટલાક દેશોમાં રસીકરણ અભિયાન શરુ થઈ ચૂક્યું છે, ભારતમાં ઐતિહાસીક રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે ભારત વિશ્વનો બીજો એવો દેશ બન્યો છે કે, જ્યા કોરોનાની સૌથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.વિતેલી 1 માર્ચથી બીજો તબક્કો શરૂ થયા પછી રસીકરણમાં વેગ આવતા આ સ્થાન પ્રાપ્ત થયું છે.

આ મામલે હવે અમેરિકા વિશ્વનો પહેલો દેશ છે જ્યાં અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. જ્યારે ભારતમાં વિતેલા દિવસને ગુરુવાર સુધીમાં 2.56 કરોડ લોકોનો વેક્સિન આપવામાં આવી છે, આ સિવાય બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ, તુર્કીમાં એક કરોડ અને બ્રિટનમાં 94 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે, 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણની શરૂઆત થઈ હતી. 11 માર્ચના રોજ 53માં દિવસે 2 કરોડ 56 લાખ 90 હજાર 545 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.જેમાં, 60 અને તેથી વધુ વયના લોકો અને 45 થી 59 વર્ષના અનેક બિમારી ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

આ સિવાય અત્યાર સુધીમાં 71.97 લાખ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 40.13 લાખ લોકોને બીજો વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય 70.55 લાખને પહેલા ડોઝ અને 6.37 લાખ ફ્રન્ટલાઈન કામદારોને બીજી ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
મળતી માહિતી મુજબ સરકારી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 71.23 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 28.77 ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું.

સાહિન-