- ભારત બાયોટેકે કોવેક્સિનનું ઉત્પાદન ઘટાડવાનો લીધો નિર્ણય
- રસીને વધુ સુધારવા અને અપગ્રેડ કરવા પ્રક્રિયા પર કામ
- હવે માંગ ઓછી રહેવાની પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે
દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના વિરોઘી વેક્સિનએ મગત્વનો ભાગ ભજવ્યો છે જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનનો પણ ભાગ રહ્યો છે ત્યારે હવે કંપનીએ ટૂંક સમય માટે કોરોનાની કોવેક્સિનનું ઉત્પાદન ઘટડવાની વાત કરી છે.,જો કે આ નિર્ણય પાછળ તેમણે કારણ પણ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત બાયોટેક થોડા સમય માટે એન્ટી કોરોના વેક્સિન વેક્સિનનું ઉત્પાદન ઘટાડવા જઈ રહી છે. દવા નિર્માતા કંપનીએ કહ્યું કે તે તેના તમામ ઉત્પાદન એકમોમાં કોવિડ-19 માટેની રસી કોવેક્સીનનું ઉત્પાદન અસ્થાયી ધોરણે ઘટાડવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેણે પ્રોક્યોરમેન્ટ એજન્સીઓને પુરવઠાની જવાબદારી પૂરી કરી દીધી છે અને માંગ ઓછી રહેવાની પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયગાળા માટે કંપની જાળવણી, પ્રક્રિયા અને સુવિધા ઑપ્ટિમાઇઝેશન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન, રસીના સતત ઉત્પાદન માટેના તમામ હાલના એકમોને કોવેક્સીન બનાવવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આથી આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓને અપગ્રેડ કરવાની કામગીરી કરવી જરૂરી છે.
કંપનીએ આ બાબતને લઈને જણાવ્યું છે કે રસીના કટોકટીના ઉપયોગને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરના નિરીક્ષણ પછી રસીને વધુ સુધારવા અને અપગ્રેડ કરવા પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યું છે.તેનાથી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે કોવેક્સિન સમયની સાથે બદલતી વૈશ્વિક નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરતી રહે .