Site icon Revoi.in

ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિન પ્રથમ તબક્કામાં સફળ – સકારાત્મક પરિણામો સામે આવ્યા

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં વેક્સિનને લઈને કામકાજ તેજ બન્યું છે, ત્યારે હવે વધુ એક સ્વદેશી વેક્સિન પર સારા સમાચારા પ્રાપ્ત થઈ રહ્યા છે, ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક દ્વારા સ્વેદેશી વેક્સિન કોવેક્સિન વિકસાવવામાં આવી છે, ત્યારે આ વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ સફળ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, વેક્સિનના પરિક્ષણ દરમિયાન તેના પરિણામો સારા જોવા મળ્યા છે.

સ્વેદેશી વેક્સિનના પ્રથન તબક્કાનું પરિકક્ષ જુદા જુદા લોકો પર હાથ ધરવામાં આવ્યું હતું, જેની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી, આ બાબતે વિદેશી પોર્ટલ   એમઆરએક્સઆઈવીના રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી પ્રમાણે, આ સ્વદેશી વેક્સિન સુરક્ષિત જોવા મળી છે

ઉલ્લેખનીય છે કે, આ વેક્સિનનું પરિકક્ષણ સપ્ટેંબર મહિનામાં આરંભ કરવામાં આવ્યું હતું ત્યારે હવે તેના પરિણામો જારી કરવામાં આવી ચૂક્યા છે, જેમાં તે સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશના લોકો વેક્સિનને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, વર્ષનો અંત થવાને આરે છે ત્યારે તમામ લોકોની આશા વેક્સિન પર ટકેલી છે, આ સ્થિતિમાં ભારત બાયોટેકની વેક્સિનના સારા પરિણામો લોકો માટે ખુશીના સમાચાર સાબિત થઈ શકે છે,

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા આ અંગે કહેવામાં આવ્યું હતું કે, દરેક ઇમરના લોકો પર આ વેક્સિનની સારી અસર જોવા મળી છે, આ વેક્સિન આપ્યા બાગદ લોકોમાં ઈમ્યૂનિટિ વધી છે, ઉલ્લેખનીય છે કે બાયોટેકની આ વેક્સિનનું નામ કો વેક્સિન આપવામાં આવ્યું છે,જેની ઘણા સમયથી દેશમાં ચર્ચાઓ થઈ રહી હતી.ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકની વેક્સિન ઇમર્જન્સીમાં ઉપયોગ કરવા કોઈ ચોક્કસ નિર્ણય લેવાશે ત્યાર બાદ વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરવામાં આવશે.

સાહિન-