Site icon Revoi.in

ભારત-બ્રિટને વચ્ચે ક્રિપ્ટો એસેટ્સ અંગેના આંતરરાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરી-મજબૂત વૈશ્વિક અભિગમના મહત્વ પર મૂક્યો ભાર

Social Share

દિલ્હીઃ- ભારત દેશના વિદેશ સાથેના સંબંધો સારા જોવા મળીેછે,પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી વિદેશમાં પણ ભારતનું ખૂબ માન સમ્માન વધ્યું છે, વિદેશ સાથેના સંબંધો , અને વેપાર મામલે અનેક દેશ સહયોગી બની રહ્યા છે અને તાલમેળ સારો જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા દિવસને બુધવારના રોજ ભારત અને બ્રિટન વચ્ચે ક્રિપ્ટોના વિકાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

બીજા ઈન્ડિયા-યુકે ફાયનાન્સિયલ માર્કેટ ડાયલોગમાં, બંને દેશોના સહભાગીઓએ પોતપોતાના બેંકિંગ ક્ષેત્રોમાં તાજેતરના વિકાસ પર અપડેટ્સ પ્રદાન કર્યા, બેંકિંગ વલણો અને આ ક્ષેત્રમાં ઉભરતી નબળાઈઓ અને જોખમોની ચર્ચા કરી.ભારત અને બ્રિટને પણ આ બાબતે ખુલ્લા મને ચર્ચા કરી હતી.

ખાસ કરીને જ્યારે આખી દુનિયામાં તાજેતરમાં જ્યારે  ક્રિપ્ટો એસેટ્સની ચર્ચા ચાલુ છે. જે રીતે ક્રિપ્ટો દુનિયાભરમાં ફેલાઈ ગયું છે, તેનાથી જોખમ પણ ઘણું વધી ગયું છે. ભારત અને યુકેએ બુધવારે ક્રિપ્ટો એસેટ્સ અંગેના આંતરરાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરી અને તેમની સાથે સંકળાયેલા જોખમોનો સામનો કરવા માટે મજબૂત વૈશ્વિક અભિગમના મહત્વ પર ભાર મૂક્યો.

બન્ને દેશઓએ પોતાના સહભાગી નિવેદનમાં કહ્યું કે રસ્પર શિક્ષણ દ્વારા સેન્ટ્રલ બેંકિંગ ડિજિટલ કરન્સી ( પર જ્ઞાન વધારવાની શક્યતાઓ શોધવામાં આવી હતી. સહભાગીઓએ ક્રિપ્ટો અસ્કયામતો સંબંધિત આંતરરાષ્ટ્રીય વિકાસ, અને મજબૂત વૈશ્વિક દૃષ્ટિકોણ અને G20 રોડમેપ પહોંચાડવામાં પ્રગતિના મહત્વ વિશે ચર્ચા કરી.

યુએસ નિયમનકારોએ સિક્યોરિટીઝ તરીકે બિટકોઈન, ઈથર અને અન્ય વિવિધ ક્રિપ્ટો અસ્કયામતોને ગેરલાયક ઠેરવ્યા છે.આ પહેલા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે G20 દેશોની ક્રિપ્ટો સંપત્તિઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રતિસાદ અર્થતંત્રને નુકસાન ટાળીને સંભવિત લાભો મેળવવાની ખાતરી કરે છે.