દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ અને ત્રણ સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સર્વિસ ચીફ્સ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેલા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ ની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાન, જેને DAC તરફથી આવશ્યકતાની સ્વીકૃતિ મળી છે, તેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન થવાની અપેક્ષા છે.
ભારત એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઇટર જેટ અને ત્રણ સ્કોર્પિન ક્લાસની પરંપરાગત સબમરીન ખરીદવાની યોજના ધરાવે છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે તેને મંજૂરી આપી દીધી છે.
જાણકારી અનુસાર સોદાની કિંમત રૂ. 90,000 કરોડથી વધુ હોવાનો અંદાજ હોવા છતાં, અંતિમ કિંમત કરારની વાટાઘાટો દરમિયાન નક્કી કરવામાં આવશે, જે સોદાની જાહેરાત થયા પછી થશે. ઐઆ સહીત અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત કિંમતમાં છૂટછાટ માંગશે અને કરારોમાં વધુ ‘મેક-ઈન-ઈન્ડિયા’ સામગ્રીનો સમાવેશ કરવા પર ભાર મૂકશે.
સંરક્ષણ સંપાદન પરિષદે ભારતીય નૌકાદળ માટે ત્રણ વધારાની સ્કોર્પિન-ક્લાસ સબમરીન સહિત 22 રાફેલ એમ અને ચાર ટુ-સીટર ટ્રેનર સંસ્કરણો સહિત 26 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી છે, સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
મંજૂર યોજનાઓ હેઠળ, ભારતીય નૌકાદળ ચાર ટ્રેનર વિમાનો સાથે 22 સિંગલ-સીટર રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી કરશે. નૌકાદળએ દેશ સામેના સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને આ ફાઇટર એરક્રાફ્ટ અને સબમરીનની તાત્કાલિક જરૂરિયાત વ્યક્ત કરી છે. હાલના એરક્રાફ્ટ કેરિયર્સ INS વિક્રમાદિત્ય અને વિક્રાંત, જે હાલમાં મિગ-29 ઓપરેટ કરે છે, બંને કેરિયર્સ પર ઓપરેશન માટે રાફેલની જરૂર છે.