દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતમાં પણ આગામી તા. 16મી જાન્યુઆરીથી કોરોનાની રસીકરણનો પ્રારંભ થશે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. દરમિયાન ભારતે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ખુબ નીચા દરે રસીની ખરીદી કરી હોવાનું જામવા મળે છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, દેશભરમાં 1.65 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી રસીકરણ અભિયાન શરૂ કરાશે. મંગળવારે સાંજ સુધી 54.70 લાખ ડોઝ પ્રાપ્ત થયા છે. 1.10 કરોડ ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી રૂ. 200ના ભાવે પ્રતિ ડોઝ લેવામાં આવ્યા છે. જ્યારે ભારત બાયોટેક પાસેથી 35 લાખ ડોઝ રૂ. 300ના ભાપે પ્રતિ ડોઝ ખરીદવામાં આવ્યા છે. જ્યારે ભારત બાયોટેક 16 લાખ ડોઝ સરકારને વિના મૂલ્યે આપશે. ભારત બાયોટેક દ્વારા 35 લાખ ડોઝની પ્રથમ બેચ રજૂ કરવામાં આવશે. આ પછી, બીજા ડોઝ દ્વારા દેશમાં 16.5 લાખ ડોઝ મોકલવામાં આવશે. આ રસી સીધી 12 રાજ્યોમાં પૂરી પાડવાની જવાબદારી ભારત બાયોટેકને સોંપવામાં આવી છે.
ભારત બાયોટેક રસી માત્રા દીઠ 206 રૂપિયાના ભાવે પડશે. ફાઈઝર રસી 1431, મોડર્ના 2348 થી 2715, સિનોફાર્મ 5650, સિનોબેક બાયોટેક 1027, નોવાક્સ 1114, સ્પુટનિક 734, જોહ્નસન અને જોહ્નસન રસી 734 રૂપિયામાં મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિનને ભારત સરકારે મંજૂરી આપ્યાં બાદ સરકારે રસીકરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હજુ એક રસીનું અંતિમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બીજી તરફ નેપાળ, બાંગ્લાદેશ અને બ્રાઝિલ સહિતના દેશોએ પણ કોરોનાની રસી મુદ્દે ભારત સરકાર પાસે મદદ માંગી છે.