Site icon Revoi.in

ભારતે ઓપરેશન કાવેરી બંધ કર્યું , અત્યાર સુધી 3,800થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

Social Share

દિલ્હીઃ-સુડાનમાં ચાલતા યુદ્ધ વચ્ચે ભારતીયોને બહાર સુરક્ષિત રીતે ખસેડવા માટે પીએમ મોદીના અથાગ પ્રયત્નો ભારત સરકારે ઓપરેશન કાવેરી શરુ કર્યું હચું જહવે  ભારતે શુક્રવારે ‘ઓપરેશન કાવેરી’ બંધ કરી દીધું હતું, જે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.

ડજાણકારી પ્રમાણે ભારતીય વાયુસેનાનું છેલ્લું વિમાન 47 મુસાફરોને લઈને વતન  પરત ફર્યું હતું. સૈન્ય અને અર્ધલશ્કરી દળ વચ્ચે હિંસક અથડામણ બાદ સુડાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે 24 એપ્રિલે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું.જે વિતેલા દિવસને 5 મે બંધ કરવામાં આવ્યું છે.

આ બાબતને લઈને દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે શુક્રવારે ભારતીય વાયુસેનાના C130 એરક્રાફ્ટના આગમન સાથે ‘ઓપરેશન કાવેરી’ દ્વારા સુદાનમાંથી 3 હજાર 862 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાભારતીય વાયુસેનાએ 17 સોર્ટી ચલાવી હતી અને ભારતીય નૌકાદળે ભારતીયોને પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ લઈ જવા માટે પાંચ સોર્ટી કરી હતીઆ  સહીત 86 ભારતીયોને સુદાનની સરહદે આવેલા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા.

મંત્રી એસ જયશકંરે સુડાનથી લાવવામાં આવેલા ભારતીયોને હોસ્ટ કરવા અને સ્થળાંતર પ્રક્રિયામાં મદદ કરવા બદલ સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો હતો. તેમણે ચાડ, ઈજિપ્ત, ફ્રાન્સ, દક્ષિણ સુદાન, યુએઈ, યુકે, યુએસ અને સંયુક્ત રાષ્ટ્રનો પણ આભાર માન્યો હતો.