Site icon Revoi.in

આર્થિક સંકટમાં ફસાયેલા ક્યુબાની મદદ માટે ભારત આગળ આવ્યું, 90 ટન દવાઓ મોકલી

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હંમેશા મિત્ર રાષ્ટ્ર અને પડોશી દેશને મુશ્કેલીમાં મદદ કરવા માટે સૌથી આગળ રહે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે પડોશી દેશોને વેક્સિન પુરી પાડી હતી. એટલું જ નહીં મિત્ર દેશોને જરુરી વસ્તુઓ પુરી પાડી હતી. દરમિયાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા ક્યુબાની મદદ માટે ભારતે મદદ માટે હાથ લંબાવ્યો છે. એટલું જ ભારતે 90 ટન જેટલી દવાઓ મોકલી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતે રવિવારે માનવતાવાદી સહાય તરીકે ક્યુબાને 90 ટન ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સામગ્રી મોકલી છે. હાલમાં ક્યુબા ખાદ્ય પદાર્થો, આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓની અછતનો સામનો કરી રહ્યું છે. ભારત સરકારે ક્યુબન સરકારને માનવતાવાદી સહાય તરીકે તબીબી પુરવઠો મોકલવાનું નક્કી કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી આપી હતી.