Site icon Revoi.in

ભૂકંપથી તબાહ થયેલા અફઘાનિસ્તાનમાં મદદ માટે ભારત આવ્યું આગળ

Social Share

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ ભારતે મદદનો હાથ લંબાવ્યો છે.સતત બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે વિનાશનો ભોગ બનેલા લોકો માટે માનવતાવાદી સહાય મોકલી છે.બુધવારે દેશના પૂર્વ પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે હજારો લોકો ઘાયલ પણ થયા હતા.ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને કહ્યું કે, અફઘાનિસ્તાનના લોકો માટે ભારતની બીજી ભૂકંપ રાહત સહાય કાબુલ પહોંચી ગઈ છે.

ભારતથી મોકલવામાં આવેલા અન્ય માલમાં ટેન્ટ, સ્લિપિંગ બેગ, ધાબળા, સ્લિપિંગ મેટ્સ વગેરેનો સમાવેશ થાય છે.આ પહેલા ભારતના વિદેશ મંત્રાલયે ખોરાક, પાણીની બોટલો, દવાઓ અને કપડાં મોકલ્યા હતા.ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મોકલવામાં આવેલી માનવતાવાદી સહાય સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના કો-ઓર્ડિનેશન (UNOCHA) અને અફઘાન રેડ ક્રેસન્ટ સોસાયટી (ARCS)ને સોંપવામાં આવી છે.

બુધવારે સવારે પૂર્વીય પ્રાંતના પાક્તિકામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.પાક્તિકા પ્રાંત અને ખોસ્ત પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં એક હજાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે.બારમલ, ગિયાન અને સ્પેરા જિલ્લામાં ઓછામાં ઓછા 1500 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, ઓછામાં ઓછા 1500 ઘરો જમીન દોસ્ત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.