દિલ્હીઃ- ભારતની લોકપ્રિયતા સતત વધતી જ જઈ રહી છે પીએમ મોદીના કહેલી વાતની વિશઅવ પર અસર પડી રહી છે રશિયાને યુ્કેરન સાથે યુદ્ધા ન કરવાની સલાહ પણ પીએમ મોદીએ આપી હતી ત્યાર બાદ પીએમ મોદી સતત ચર્ચામાં પણ રહ્યા ત્યારે હવે અમિરાકે ફરી એવો દાવો કર્યો છે કે યુક્રેન યુદ્ધ રોકવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
યુક્રેન યુદ્ધને લઈને વિભાજિત વિશ્વમાં હવે ભારતના મહત્વ અને વિચારોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં યુએસ એમ્બેસેડર બ્રિગિટ એ. બ્રિંકે કહ્યું છે કે ભારત, વિશ્વની ઉભરતી મહાસત્તા અને હાલમાં G20 દેશોની અધ્યક્ષતામાં છે, તે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે યુક્રેનમાં યુએસ એમ્બેસેડર બ્રિંક કે કહ્યું કે ભારતીય નેતૃત્વ વૈશ્વિક પડકારો પર સ્પષ્ટ વિચાર ધરાવે છે અને તેને દૂર કરવા માટે સકારાત્મક સૂચનો આપે છે. તે યુક્રેન યુદ્ધને લઈને મડાગાંઠને ઉકેલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ સહીત તેમણે કહ્યું કે અમેરિકા સ્વતંત્રતા, લોકશાહી અને ભવિષ્ય પસંદ કરવાના અધિકાર પર ભારત સહિત તમામ સહયોગીઓ સાથે મળીને કામ કરવા માંગે છે.અમેરિકી રાજદૂતે કહ્યું કે યુક્રેન યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગંભીર અસર થઈ છે. આનાથી ખાદ્ય સુરક્ષાને અસર થઈ છે અને યુએનના ધારાધોરણો મુજબ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અસર પડી છે.
વધુમાં તેમણે કહ્યું કે ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી નથી, પરંતુ વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે દબાણ કરી શકે છે. આ જરૂરી છે કારણ કે યુક્રેનના લોકો યુક્રેનની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે યુદ્ધની મોટી કિંમત ચૂકવી રહ્યા છે.