ભારત-ચીન વચ્ચે મેજર જનરલ લેવલની વાટાઘાટો થઈ, LAC પર નવી પોસ્ટ નહીં બનાવવા પર સહમતિ બની
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ગલવાણ ઘાટીમાં થયેલી અથણામણ બાદ ખૂબ જ તણાવપૂર્ણ માહોલ હતો,લદ્દાખની સીમાએ ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેના કારણે બંને દેશો વચ્ચે ગંભીર તણાવ સર્જાયો હતો.ત્યાર બાદ બન્ને દેશોની અનક બેઠકો યોજાઈ ત્યારે હવે ચીન અને ભારત વચ્ચે મેજર લેવલની વાતાઘાટો યોજાઈ છે.
જાણકારી પ્રમાણે આ મંત્રણામાં ભારતનું પ્રતિનિધિત્વ મેજર જનરલ પીકે મિશ્રા અને મેજર જનરલ હરિહરન દ્વારા કરવામાં આવ્યું હતું. સેનાએ જણાવ્યું હતું કે વાતચીત નિખાલસ અને વ્યવહારુ વાતાવરણમાં થઈ હતી.
આ સહીત આ મંત્રણામાં બંને પક્ષોએ હકારાત્મક વલણ અપનાવ્યું.ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટે ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોનો 19મો રાઉન્ડ યોજાયો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત અને ચીન વચ્ચે પરસ્પર સમજૂતી થઈ છે કે બંને દેશો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક કોઈ પણ નવી પોસ્ટ નહીં બાંધશે.આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર આ સમજૂતી દૌલત બેગ ઓલ્ડી અને ચુસુલમાં મેજર જનરલ લેવલની મેરેથોન મંત્રણામાં થઈ છે. ચર્ચામાં બંને દેશો દ્વારા એલએસી પર સૈનિકો ન વધારવાનો મામલો પણ સામે આવ્યો.
દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને બંને દેશોના આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવે છેને દેશો ડ્રોન દ્વારા કોઈપણ એરસ્પેસનું ઉલ્લંઘન કરવાથી બચવા, પેટ્રોલિંગની ‘સીમાઓ’ વ્યાખ્યાયિત કરવા અને દરેક વિશે અગાઉની માહિતીની આપલે કરવા માટે પણ સંમત થયા છે.
આ સાથે જ 2020ની અથડામણની ઘટના બાદ બંને દેશોના સૈનિકો પેંગોંગ ત્સો, ગોગરા અને હાટ સ્પ્રિંગ્સ વિસ્તારની ઉત્તરી અને દક્ષિણ બાજુઓથી છૂટા પડ્યા છે, જોકે ડેપસાંગ મેદાન અને ડેમચોક વિસ્તારમાં તણાવ યથાવત છે. ડેપસાંગ અને ડેમચોકના સંદર્ભમાં, બંને પક્ષો કોઈ નોંધપાત્ર પ્રગતિ કરવામાં નિષ્ફળ જોવા મળ્યા છે.