દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ થાય તે માટે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ-જેસી-જેક્શન-સિનિયરએ અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણામૂર્તિ સાથે મુલાકાત કરી. તે બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનને આગ્રહ કર્યો કે ભારતને 6 કરોડ વેક્સિન આપવી જોઈએ.
જો બાઈડન સાથે રેવ-જેસી-જેક્શન-સિનિયર અને રાજા કૃષ્ણામૂર્તિની મુલાકાત બાદ આશ્વાસન આપ્યું કે મદદ પહોંચી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરને રોકવા માટે ભારતની મદદે મોટી સંખ્યામાં દેશો આવીને ઉભા રહ્યા અને તમામ દેશોએ શક્ય એટલી મદદ કરી.
જો બાઈડન પાસે આ બે વ્યક્તિઓએ આગ્રહ કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા જે 8 કરોડ વેક્સિન અન્ય દેશોને આપવાની વાત ચાલી રહી છે તેમાંથી 6 કરોડ ભારતને આપવામાં આવે. જેકશનને ભારતીય મુળના અમેરિકન સાંસદ રાજા કૃષ્ણામૂર્તિએ સમર્થન આપ્યું છે.
મીડિયાને સંબોધતા જેક્શનને કહ્યું કે ભારત આપણુ લોકતંત્રમાં સહયોગી છે. આ બીમારી હવાથી પણ પ્રસરી શકે છે. જ્યારે આપડે વાયરસને ફેલાતા રોકવામાં મદદ કરીએ છે ત્યારે આપણે આપણી સાથે દુનિયાની પણ મદદ કરીએ છે. કોરોનાવાયરસ તે કોઈ દેશની બોર્ડરને નથી જાણતો અને તે કોઈની સાથે ભેદભાવ નથી કરતો. કોરોનાવાયરસ તમામને થાય છે અને તમામને નુક્સાન પહોંચાડે છે.