Site icon Revoi.in

એશિયન પેરા ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, 100 મેડલ નજીક પહોંચ્યું

Social Share

નવી દિલ્હીઃ હેંગઝોઉ ખાતે હાલ એશિયન પેરા ગેમ્સ રમાઈ રહી છે. જેમાં પણ ભારતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે. એશિયન ગેમ્સ બાદ હવે ભારતીય ખેલાડીઓ એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ સ્થાપી રહ્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઇતિહાસ રચીને અત્યાર સુધીમાં 99 મેડલ જીત્યાં છે. ટોટલ મેડલ રેકિંગમાં હાલ ભારત ચોથા ક્રમે છે, જ્યારે ગોલ્ડ મેડલના આધારે આપવામાં આવતા રેન્કીંગમાં ભારત પાંચમાં ક્રમે છે.

ભારતને 25 ગોલ્ડ, 29 સિલ્વર, 45 બ્રોનેઝ મળીને 99 મેડલ મળ્યાં છે. જ્યારે સૌથી વધારે ચાઈનાને 195 ગોલ્ડ, 158 સિલ્વર અને 138 બ્રોન્ઝ મળી 491, ઈરાનને 39 ગોલ્ડ-39 સિલ્વર અને 35 ગોલ્ડ મળીને 113 મેડર, જાપાનને 37 ગોલ્ડ- 42 સિલ્વર અને 55 બ્રોન્ઝ મળીને 134 મેડલ અને કોરિયાને 28 ગોલ્ડ- 30 સિલ્વર અને 37 બ્રોન્ઝ મળીને કુલ 95 મેડલ મળ્યાં છે. ભારતે વર્ષ 2018માં ઈન્ડોનેશિયામાં રમાયેલી એશિયન પેરા ગેમ્સમાં 72 મેડલ મેળવીને ઈતિહાસ રચ્યો હતો.  ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા. ગુરુવારે 26 ઓક્ટોબરના રોજ, શોટ પુટર સચિન ખિલારીએ દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. 34 વર્ષીય સચિન ખિલારીએ 2018માં ચીનના વેઈ એનલોંગ દ્વારા ગોલ્ડ મેડલની મેચમાં 15.67 મીટરના ગેમ્સ રેકોર્ડને પણ તોડ્યો હતો. આ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય એથ્લેટ રોહિત કુમાર ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે 14.56 મીટર થ્રો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં તાજેતરમાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે હવે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 99 મેડલ જીત્યા છે, હજુ વધારે મેડલ જીતે તેવી આશા છે.