દિલ્હીઃ- ભારતીય પુરુષ હોકી ટીમે ફરી એકવાર એશિયન હોકીમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. ભારત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઇનલમાં પહોંચી ગયું છે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં જાપાનને એકતરફી ફેશનમાં 5-0થી હરાવ્યું હતું.
આ સાથે જ ભારત પાંચમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત ફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે, જે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મમાં છે.ચેન્નઈના મેયર રાધા કૃષ્ણન સ્ટેડિયમમાં શુક્રવારના રોજ રમાયેલી ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું. જાપાનની ટીમ ભારત સામે લાચાર દેખાતી હતી. આ મેચમાં ભારત તરફથી આકાશદીપ સિંહ, કેપ્ટન હરમનપ્રીત સિંહ, ભૂતપૂર્વ કેપ્ટન મનપ્રીત સિંહ, સુમિત અને કાર્તિ સેલ્વમે ગોલ કર્યા હતા.
India have stormed their way to the Final of the Hero Asian Champions Trophy Chennai 2023 unbeaten
#HockeyIndia #IndiaKaGame #HACT2023 @CMO_Odisha @CMOTamilnadu @asia_hockey @Media_SAI @sports_odisha pic.twitter.com/O7OVln5Im5 — Hockey India (@TheHockeyIndia) August 11, 2023