નવી દિલ્હીઃ ભારતમાં અનેક આતંકવાદી કૃત્યને અંજામ આપનાર લશ્કર એ તોયબાના સ્થાપક અને ખુંખાર આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યર્પણની પાકિસ્તાન પાસે ભારતે માંગણી કરી હોવાનું જાણવા મળે છે. હાફિઝ સઈદ પુલવામાં આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ટ હોવાનું ભારતની સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખુલ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર હાફિઝ સઈદના પ્રત્યર્પણ માટે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પાસે ભારતે ઔપચારિક માંગણી કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનો ભારતમાં ભાંગફોડ માટે કાવતરાને અંજામ આપે છે. લશ્કર એ તોયબાએ ભારતમાં અનેક આતંકવાદી કૃત્યોને અંજામ આપ્યો છે. હાલ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં છે, તેમજ અનેક વખત જાહેરમાં જોવા મળ્યો છે. યુએન દ્વારા પણ હાઈફને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ સહિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાલ પાકિસ્તાનમાં હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે. પુલવામા આતંકવાદી હુમલા કેસ અંતે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પુરાવા પણ પાકિસ્તાનેને આપ્યા હતા.
પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતુ હોવાના ભારતે અનેકવાર દુનિયા સમક્ષ પુરાવા રજુ કર્યાં છે. પાકિસ્તાનમાં અનેક આતંકવાદી તાલીમ કેન્દ્રો ધમધમી રહ્યાં છે, જેમાં ખુંખાર આતંકવાદીઓને ઉભા કરવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા બંદુક ધારીઓ દ્વારા આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવતા હોવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. અજાણ્યા બંદુકધારીઓના ખોફથી આતંકીઓના આકા મનાતા હાફિસ સહિતના આતંકવાદીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એટલું જ નહીં આ આતંકવાદીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આર્મી દ્વારા સુરક્ષા પણ પુરી પાડવામાં આવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.