ભારતમાં એક વર્ષમાં ભૂકંપના ત્રણથી વધુની તીવ્રતાના 965 આંચકા અનુભવાયાં
દિલ્હીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ભૂકંપના આંચકા વધ્યાં છે. દરમિયાન એક વર્ષમાં ત્રણ કે તેથી વધુની તીવ્રતાના 965 જેટલા ભૂકંપના આંચકા નોંધાયાં છે.
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે અને સરકાર દ્વારા હવે જે અર્લી વોર્નીંગ સીસ્ટમ દાખલ કરવામાં આવી રહી છે. ભૂકંપની શકય તેટલી વહેલી માહિતી મળી જાય તે માટેના ખાસ ઉપકરણોની શકયતા ચકાસાઈ રહી છે. ગત વર્ષ દરમ્યાન ત્રણ કે વધુની તીવ્રતા ધરાવતા કુલ 965 ભૂકંપના આંચકા નોંધાયા છે જેમાં જો કે 13 જ નેશનલ કેપીટલ રીજયોનમાં નોંધાયા હતા. દેશમાં ભૂકંપની તીવ્રતા અંગે પણ અભ્યાસ કરાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપને હજુ લોકો ભુલ્યાં નથી. 2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.