નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધારો થયો છે જેથી રોજગારીની નવી તક પણ ઉભી થઈ છે. 3 વર્ષના સમયગાળામાં સરેરાશ 19.30 લાખ રોજગારી પુરી પાડવામાં આવી છે.
લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ એ દેશના મુખ્ય જોબ ઈન્ટેન્સિવ ઉદ્યોગોમાંનું એક છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટર સહિત રજિસ્ટર્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ડેટા સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (MoSPI) મંત્રાલય દ્વારા વાર્ષિક સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (ASI) દ્વારા બહાર પાડવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝના તાજેતરના વાર્ષિક સર્વેક્ષણ 2018-19 મુજબ, રજિસ્ટર્ડ ઉત્પાદન ક્ષેત્રમાં રોકાયેલા કુલ વ્યક્તિઓમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 11.22 ટકા યોગદાન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી નોંધાયેલ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં લાખો લોકોને રોજગારી પુરી પાડવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2016-17માં 18.53 લાખ, 2017-18માં 19.33 લાખ અને વર્ષ 2018-19માં 20.05 લાખ લોકોને રોજગારી પુરી પાડવામાં આવી છે.
(Photo-File)