દિલ્હીઃ- વિઘાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છએ આવી સ્થિતિમામં સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ને લઈને INDIA ચિંતા દર્શાવી છે. વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાએ સીઈઓ માર્ક ઝકરબર્ગ અનેગુગલના સીઈઓ સુંદર પિચાઈને દેશમાં સાંપ્રદાયિક નફરતને પ્રોત્સાહન આપવા માટે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કથિત સંડોવણી અંગે પત્ર લખ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ X પર પત્ર શેર કરતા કહ્યું કે ભારતીય પક્ષોએ ફેસબુક પર સમાજમાં નફરત ફેલાવવામાં અને સાંપ્રદાયિક નફરતને ભડકાવવામાં યોગદાન આપવાનો આરોપ લગાવ્યો છે. ગઠબંધનએ સોશિયલ સાઈટ્સને ચૂંટણી દરમિયાન નિષ્પક્ષ રહેવાની પણ વિનંતી કરી છે.
વઘુ જાણકારી પ્રમાણે વિપક્ષી ગઠબંધને વોશિંગ્ટન પોસ્ટનો એક અહેવાલ પણ જોડ્યો છે, જેમાં સોશિયલ મીડિયા સાઇટ્સ દ્વારા દેશમાં કથિત રીતે નફરતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
Letter by INDIA parties to @Facebook's Mr. Mark Zuckerberg (@finkd) citing the exhaustive investigations by the @washingtonpost that Meta is culpable of abetting social disharmony and inciting communal hatred in India.
[Letter Below] pic.twitter.com/2wnUa5xHbz
— Mallikarjun Kharge (@kharge) October 12, 2023
આ ,હીત ઝુકરબર્ગને લખેલા પત્રમાં વિપક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના ગઠબંધનમાં 28 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે જે સંયુક્ત વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરે છે. જેમાં સામેલ પક્ષોની 11 રાજ્યોમાં સરકાર છે, જે કુલ ભારતીય મતદારોના અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે.