- ભારતને મળ્યું ઈઝરાયેલી બ્રહ્માસ્ત્ર હેરોન ડ્રોન
- હવે ચીન પર રખાશે બાજ નજર
દિલ્હીઃ- કેન્દ્ર દ્વારા દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે,દરેક મોર્ચે ભારતની તાકાતમાં વધારો થઈ રહ્યો છએ ત્યારે હવે ભારતીય સેનામાં ઈઝરાયેલી બ્રહ્માસ્ત્ર ડ્રોનનો સમાવેશ થયો છે, ભારતના દુશ્મનોની હવે ખેર નથી, ભારતને હવે ઈઝરાયલી બ્રહ્માસ્ત્ર હેરોન ડ્રોન મળી ચૂક્યું છે જે ચીન જેવા દુશ્મનો પર બાજ નજર રાખશે.
કોરોના મહાનારીને કારણે થોડા મહિનાના વિલંબ બાદ હવે ફરી એકવાર ભારતીય સંરક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવાનો પ્રયાસ શરૂ થયો હતો જેના ભાગરુપે ઇઝરાયલે લદ્દાખ ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય સેનાને અદ્યતન હેરોન ડ્રોન પ્રદાન કર્યા છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મીડિયા એ સત્રાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે આ તમામ ડ્રોન અત્યારે કામ કરી રહ્યા છે અને હાલના હેરોન ડ્રોન અગાઉના વર્ઝન કરતાં ઘણા સક્ષમ જોવા મળ્યા છે. તેમની એન્ટિ-જેમિંગ ક્ષમતા પણ પહેલા કરતા ધારદાર જોવા મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા સંરક્ષણ દળોને આપવામાં આવેલી કટોકટીની નાણાકીય સત્તાના ભાગરૂપે આ ડ્રોન ભારતને હસ્તગત કરવામાં આવ્યા છે. આ હેઠળ, તેઓ ચીન સાથે ચાલી રહેલા સરહદી સંઘર્ષ વચ્ચે તેમની લડાઇ ક્ષમતાઓને અપગ્રેડ કરવા માટે 500 કરોડ રૂપિયાના સાધનો અને સિસ્ટમ્સ ખરીદી શકે છે.